અમરેલીમાં આત્મહત્યાનો એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં પતિના મૃત્યુ બાદ સતત માનસિક ચિંતા અને એકલતા અનુભવતી મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હતું. અજીતભાઇ દિલાવરભાઇ બેલીમ (ઉ.વ.૩૨) એ જાહેર કર્યા મુજબ, અમરેલીમાં રહેતા જેતુનબેન દિલાવરભાઇ બેલીમ (ઉ.વ.૬૦)ના પતિનું થોડા સમય પૂર્વે અવસાન થયું હતું. પતિના મૃત્યુ બાદ તે ગભરામણ અને માનસિક તણાવમાં રહેતી હતી. સમાજમાં થતી ખોટી વાતો અને મનમાં સતત આવતા નકારાત્મક વિચારોથી કંટાળીને દામનગરમાં બસ સ્ટેશન સામે સ્વદેશી મેળાના રમકડાનાં સ્ટોલે ઘઉંમાં નાખવાનો ઝેરી પાઉડર પી લીધો હતો. ઝેરી દવા પી લીધા બાદ તબિયત લથડતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઝેરની અસર વધુ હોવાથી ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાણે તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર. સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે. નવા ખીજડીયા ગામે રહેતા વિઠ્ઠલભાઇ મુળજીભાઇ કણક (ઉ.વ.૪૫) છેલ્લા બે વર્ષથી માનસિક થઇ ગયા હતા અને સુસાઇડ કરવું છે, મારે મરી જવું છે જેવું રટણ કરતાં હતા. તેણે ઘઉંમાં નાખવાના બે ટીકડા પી જતા સારવાર દરમિયાન મરણ પામ્યા હોવાનું મુકેશભાઇ મધુભાઇ કણક (ઉં.વ.૪૫)એ જાહેર કર્યું હતું.








































