જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી, અમરેલી દ્વારા જવાહર નહેરુ જુનિયર હોકી સ્પર્ધા ૨૦૨૫-૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધા ૩ અને ૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સરદાર પટેલ રમત સંકુલ, ચિતલ રોડ, ગોળ દવાખાનાની બાજુમાં સવારે ૮ વાગ્યાથી શરૂ થશે. ૩ ઓગસ્ટે ૪૩મી સબ જુનિયર અંડર-૧૫ ભાઈઓ અને ૫૪મી જુનિયર અંડર-૧૭ ભાઈઓની સ્પર્ધા યોજાશે, જ્યારે ૪ ઓગસ્ટે ૩૨મી જુનિયર અંડર-૧૭ બહેનોની સ્પર્ધા યોજાશે. અંડર-૧૫ માટે ખેલાડીઓનો જન્મ ૧ નવેમ્બર ૨૦૧૧ પછી અને અંડર-૧૭ માટે ૧ નવેમ્બર ૨૦૦૯ પછીનો હોવો જરૂરી છે. ઇચ્છુક શાળાઓએ સ્પર્ધાના દિવસે જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી, અમરેલી ખાતે એન્ટ્રી નોંધાવવાની રહેશે.








































