શ્રી અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત સંચાલિત શ્રીમતી સી. વી. ગજેરા ફાર્મસી મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ના M.Pharm સેમેસ્ટર-૧ ના પરિણામોમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આ કોલેજે સમગ્ર યુનિવર્સિટીના ટોપટેન રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કરીને સંસ્થાનું નામ રોશન કર્યું છે.પરિણામની વિગતો મુજબ, કાનાણી નેન્સી એમ. ૮.૪૬ SPI સાથે કોલેજમાં પ્રથમ રહી છે. જ્યારે ખીમાણી ક્રિષા એન. ૮.૦૮ SPI સાથે દ્વિતીય અને ત્રિવેદી દેવર્શી કે. ૮.૦૦ SPI સાથે તૃતીય સ્થાને ઉત્તીર્ણ થયા છે. આ ભવ્ય સિદ્ધિ બદલ ગજેરા શૈક્ષણિક સંકુલના મેનેજમેન્ટ, સ્ટાફ અને ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા તમામ તેજસ્વી વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.