સાવરકુંડલામાં  નવરંગ નેચર ક્લબ, રાજકોટ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાહત દરે છોડ અને ઓર્ગેનિક સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. હનુમાનજી આશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ વિવિધ ફળોના રોપા, કલમો અને ઓર્ગેનિક સામગ્રી મેળવી પર્યાવરણ સંરક્ષણ તથા રાસાયણિક મુક્ત ખેતીનો સંકલ્પ લીધો હતો. આયોજક વી.ડી. બાલાએ લોકોના પ્રતિસાદને સરાહનીય ગણાવ્યો હતો.