સાવરકુંડલા ખાતે પ્રધાનમંત્રી મોદીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે પાલિકાના સફાઈ કામદારોએ સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી. પીએમ મોદીના જન્મદિને સાવરકુંડલા શહેરને ક્લીન રાખવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. સાથોસાથ સફાઈ કામદારોની પડતર માંગણીનો તાત્કાલિક ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી હતી.






































