વડીયા ગ્રામ પંચાયતના સદસ્ય જુનેદ ડી. ડોડિયાએ સ્થાનિક ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયાને પત્ર લખીને ગામમાં સી.સી. રોડ અથવા બ્લોક રોડની ગ્રાન્ટ આપવા રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે, ગામના કૃષ્ણપરા વોર્ડ-૬માં આવેલા હવેલી મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શને આવતા હોય છે. પરંતુ ત્યાં પહોંચવાનો રસ્તો ખૂબ જ ખરાબ અને દયનીય હાલતમાં છે.
દર્શનાર્થીઓને કીચડ-ખાબોચિયામાં ચાલવા માટે મજબૂર થવું પડે છે. આ રસ્તો બનાવવા માટે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં કોઇ ધ્યાન આપવામાં આવતું નથી. તેથી આ બાબતે નિરાકરણ લાવવા માગણી છે.





































