લાઠી તાલુકાના ભૂરખીયા હનુમાનજી દાદાના મંદિરે આજે, તા. ૧૬-૦૭-૨૦૨૬, ગુરુવારના રોજ સવારે ૮ઃ૦૦થી બપોરે ૧૨ઃ૦૦ વાગ્યા સુધી ૧૦૦મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાશે. રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર, મુંબઈના આર્થિક સહયોગથી લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી), ભૂરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય, અમરેલીના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોએ લાભાર્થી દર્દીઓને આધાર કાર્ડ અથવા અન્ય ઓળખના પુરાવા સાથે હાજર રહેવા અનુરોધ કર્યો છે. કેમ્પ દરમિયાન મોતીયાના દર્દીઓના ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે, જ્યારે નંબરના ચશ્મા રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુદર્શન નેત્રાલય, અમરેલીના નિષ્ણાત ડોક્ટરો અને તેમની ટીમ દર્દીઓની આંખોની તપાસ કરીને જરૂરી માર્ગદર્શન અને સારવારની સેવા પૂરી પાડશે.