બાબરાના ખાનપર ગામે સાથળીની જમીનમાં લેવલિંગ કરતી વખતે માથાકૂટ થતાં બંને પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી. વાવડા ગામે રહેતા મધુભાઈ માવજીભાઈ મેવાડા (ઉ.વ.૪૬)એ બાબરાના ખાનપર ગામે રહેતા કાનાભાઇ કુરજીભાઇ મકવાણા, કેશુભાઇ નારણભાઇ મકવાણા, ભોળાભાઇ ભોજાભાઇ મકવાણા, ચોથાભાઇ નારણભાઇ મકવાણા તથા નાની કુંડળ ગામના મેહુલભાઈ અરવિંદભાઈ રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પિતાને ખાનપર ગામે મળેલી સાથળીની જમીનમાં તેઓ તથા સાહેદો લેવલિંગનું કામ કરતા હતા ત્યારે આરોપી કાનાભાઈ મકવાણા લાકડાનો ધોકો તથા કેશુભાઈ મકવાણા ધારીયુ તથા ભોળાભાઈ મકવાણા કુહાડી લઇ આવ્યા હતા. તમામ આરોપીએ તેમને અપશબ્દો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. જે બાદ નાની કુંડળ ગામના મેહુલભાઈ અરવિંદભાઈ રાઠોડ (ઉ.વ.૨૧)એ વાવડા ગામના મધુભાઈ માવજીભાઈ મેવાડા, વિજયભાઈ માવજીભાઈ વાવડા તથા જસદણના શીવરાજભાઈ કથુભાઈ દરબાર અને ઉદયભાઈ માલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓ તેમની ખેતીની જમીનની સામે સરકારી જમીનમાં તથા તેમની વાડીમાં આવવા જવાના રસ્તામાં ખોદકામ કરતા હતા. જેથી તેમણે આરોપીઓને પોતાની વાડીમાં આવવા જવાના રસ્તામાં ખોદકામ કરવાની ના પાડતા સારૂ લાગ્યું નહોતું. આરોપીઓએ તેમને ગાળો આપી, ટાંટીયા ભાંગી નાખવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.