સાવરકુંડલાની પરિણીતા પર ધારીના તરશીંગડા ગામે સાસરિયાએ સિતમ ગુજાર્યો હતો. તેમજ પહેરાલા કપડાએ ઘરેથી કાઢી મુકી હતી. બનાવ સંદર્ભે રીનાબેન ઘનશ્યામભાઇ બજાણીયા (ઉ.વ.૨૪)એ પતિ-ધનશ્યામભાઇ કાળુભાઇ બજાણીયા, સાસુ-કાંતુબેન કાળુભાઈ બજાણીયા, જેઠાણી-કાજલબેન ભરતભાઈ બજાણીયા તથા જેઠ-ભરતભાઈ કાળુભાઈ બજાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓએ તેમને ઘરકામ બાબતે મેણાટોણા મારી શારીરીક માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. તેમજ અવાર-નવાર ઝગડાઓ કરી, ગાળો બોલી, માર મારી ઘરેથી પહેરેલા કપડે કાઢી મુક્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.