સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન અતુલભાઈ કાપડિયા, ઉપપ્રમુખ નૂતનબેન પરાગભાઈ તન્ના, કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ટાંક, પક્ષના નેતા દિનેશભાઈ રાઠોડ અને દંડક અરવિંદભાઈ મેવાડાએ નગરપાલિકા સંચાલિત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે હોદ્દેદારોએ પ્લાન્ટની કામગીરીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. પ્લાન્ટમાં ગંદા પાણીના શુધ્ધિકરણની પ્રક્રિયા તેમજ ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી કામગીરી વધુ અસરકારક બને તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. નગરપાલિકાના હોદ્દેદારોએ સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.