ધારી પોલીસ સ્ટેશન ખાતે ડીએસપી સંજય ખરાતના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. આ તકે એસીપીએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે વાત ઉપર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમ રોકવા માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય છે લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે.આ કાર્યક્રમ અંતર્ગત ધારી પત્રકાર સંઘ દ્વારા એસપીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે ધારી પોલીસ વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓ ખાસ હાજર રહ્યા હતા.







































