બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો
કાર્યક્રમ ‘મન કી બાત’નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાને તાજેતરમાં મળેલા ‘બેસ્ટ MLA એવોર્ડ’ બાદ પ્રથમવાર સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો, આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









































