ખાંભા તાલુકાના ઇંગોરાળા (ભાડ) ગામે તારીખ ૦૨-૦૩-૨૦૨૬ ને સોમવારના રોજ ધારાસભ્ય જે. વી. કાકડીયા દ્વારા આયુર્વેદિક દવાખાનાનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ, જિલ્લા પંચાયત સદસ્ય કાળુભાઈ ફિડોળીયા અને પ્રશાંતભાઈ તંતી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ખાંભા એસોસિયેશન સરપંચના પ્રમુખ રસિકભાઈ ભંડેરી, ઇંગોરાળાના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ આજુબાજુના ગામના સરપંચો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતા.