ગુજરાત નેવલ યુનિટ (7NU) NCC, વેરાવળના નેજા હેઠળ સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલ, કોડીનાર ખાતેના ૧૦ દિવસીય કમ્બાઈન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પ CATC-515 ની ગ્રુપ કમાન્ડરે મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગ્રુપ કમાન્ડરે કેડેટ્સ, એસોસિયેટ (CTOs) ઓફિસર્સ NCC, કેર ટેકર ઓફિસર્સ (ANOs) અને પરમેનન્ટ ઇન્સ્ટ્રક્શનલ (PI) સ્ટાફ સાથે વિસ્તૃત સંવાદ કર્યો હતો. તા. ૧૨ નવેમ્બરથી ૨૧ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાઈ રહેલા આ કેમ્પમાં ૩૦૦થી વધુ કેડેટ્સ નિવાસી તાલીમ મેળવી રહ્યા છે, જેના કારણે સમગ્ર પરિસરમાં શિસ્ત અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રુપ કમાન્ડરે કેમ્પની કઠિન તાલીમ પ્રવૃત્તિઓમાં તમામ લોકો દ્વારા દર્શાવવામાં આવેલા ઉત્સાહની પ્રશંસા કરી હતી. તેમણે કેમ્પની તમામ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા પ્રેરણા આપી હતી અને આગામી વર્ષે યોજાનાર પ્રતિષ્ઠિત ‘નૌ સૈનિક કેમ્પ’ (NSC) માં પસંદગી પામવા માટે સખત મહેનત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.









































