રાજુલા તાલુકાના વિકટર ગામ પાસે હાઇવે રોડ પર અચાનક પશુ આડો આવવાથી સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી છે.મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં, સાહેદ રોહિતભાઈ હરસુરભાઈ બુધેલીયા પોતાનું મોટરસાઈકલ લઈને ચાંચબંદર તરફ જઈ રહ્યા હતા. તેમની સાથે અન્ય ઈજા પામનાર વ્યક્તિ પણ સવાર હતી. તેઓ બાલાનીવાવથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન વિકટર ગામે સમર્પણ હોસ્પિટલ પાસે અચાનક રસ્તા વચ્ચે ખૂંટીયો આડો આવી ગયો હતો.
ખૂંટીયો અચાનક સામે આવી જતાં ચાલકે બાઈકને અચાનક બ્રેક મારી હતી, જેના કારણે મોટરસાઈકલ સ્લીપ થઈ ગયું હતું.આ અકસ્માતમાં ઈજા પામનારને શરીરે સામાન્ય તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.






































