બાબરા પંથકમાંથી બે યુવતીઓ ગુમ થતાં ચકચાર મચી છે. મીયા ખીજડીયા ગામે રહેતા રાજેશભાઈ ગોરધનભાઈ ગળથીયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી હિતાંશી (ઉ.વ.૧૯) પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી.બીજા બનાવમાં બાબરામાં રહેતા મહેશભાઈ ભીમજીભાઈ ખીમસૂરિયા (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેમની દીકરી ચેતના (ઉ.વ.૧૯) કોલેજમાં પરીક્ષા આપવાનું કહીને નીકળ્યા બાદ પરત ફરી ન હતી.







































