રાજકોટ-ગોંડલ નેશનલ હાઈ-વે પર કોરાટ ચોક પાસે ગઈકાલે રાત્રે ન્યુ પપૈયાવાડી શેરી નં.રમાં રહેતાં અરવિંદભાઈ વાસાણી (ઉ.વ.૬૪)ની કારના કાચ તોડી ગઠીયાઓ રૂ.૩.ર૦ લાખની રોકડ સાથેની સૂટકેસ ચોરી ભાગી ગયા હતા. શાપર પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ આગળ ધપાવી છે.
વેરાવળમાં વિશાલ કોમ્પલેક્ષમાં શ્રી ઉમિયાજી સુપર માર્કેટ નામની દુકાન ધરાવતાં અરવિંદભાઈ ગઈકાલે મોડી સાંજે દુકાન વધાવી વેપારના રૂ.૩.ર૦ લાખ સુટકેસમાં રાખી પોતાની હોન્ડા સિટી કારમાં ઘરે જવા રવાના થયા હતા. દર બુધવારે મોડું થઈ જતું હોવાથી કોરાટ ચોક પાસે આવેલી હોટલે જમીને ઘરે જાય છે. આ નિત્યક્રમ મુજબ ગઈકાલે સાંજે પણ હોટલના પા‹કગમાં કાર પાર્ક કરી જમવા ગયા હતા.
ર૦ મિનિટ બાદ પરત આવીને જાયું તો ડ્રાઈવર તરફની પાછળની સાઈડના દરવાજાનો કાચ તૂટેલો હતો. તેમાંથી રૂ.૩.ર૦ લાખ સાથેની સુટકેસ પણ ગાયબ જાવા મળી હતી. પરિસ્થિતિ પામી જતાં હોટલ માલિકને જાણ કરી હતી. ત્યારબાદ આજે કાકાના પુત્રની પાણીઢોળની ક્રિયાને કારણે તત્કાળ ફરિયાદ નોંધાવવા જઈ શકયા ન હતા. સાંજે ફરિયાદ નોંધાવતા શાપર પોલીસે તપાસ શરૂ કરી છે.






































