અમરેલીના નાના માચિયાળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂની ૭ બોટલ ઝડપાઈ હતી. પોલીસે યુવરાજભાઈ નજુભાઈ આલાણી (ઉં.વ. ૨૧) પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭ બોટલો જપ્ત કરી હતી. અમરેલી પોલીસે દારૂની બોટલો તથા એક્ટિવા મળીને કુલ રૂ. ૫૧,૦૧૫નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ ઉપરાંત, અન્ય એક દરોડામાં જાફરાબાદમાંથી બે લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.જ્યારે જિલ્લામાં વિવિધ સ્થળોએથી સાત ઈસમો પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં રખડતાં-ફરતાં ઝડપાઈ ગયા હતા.








































