ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધારી દ્વારા ઓરબીટ બેરીંગ્સ ઇન્ડિયા પ્રા.લિ. માટે પ્લેસમેન્ટ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. આઈ.ટી.આઈ. ધારીના હીમખીમડી, તુલશીશ્યામ રોડ સ્થિત કેમ્પસ ખાતે તા.૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે ૧૦ કલાકે ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં આઈ.ટી.આઈ.ના પાસઆઉટ તાલીમાર્થીઓ જોડાઈને રોજગારની તકનો લાભ લઈ શકશે. કંપની દ્વારા પસંદગી પામનાર ઉમેદવારોને રૂ.૧૫,૫૦૦થી રૂ.૧૮,૦૦૦ સુધીનો માસિક પગાર ચૂકવવામાં આવશે. ભરતી મેળામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ આધારકાર્ડ તથા શૈક્ષણિક લાયકાતના જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવાનુ રહેશે. આ અંગે આઈ.ટી.આઈ. ધારીના આચાર્યએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.








































