રાજુલા પોલીસે છેતરપિંડીના ગુનામાં ૨૩ વર્ષથી ફરાર આરોપી પ્રકાશ રતિલાલ બઘાણી ઉર્ફે બદાણીની મોરબીથી ધરપકડ કરી છે. આરોપી પીપાવાવ પોર્ટ પર સુરક્ષા સુપરવાઈઝર હતો અને ૨૦૦૩માં સુરક્ષા કર્મચારીઓના રૂ.૯૪,૬૮૫ પગાર લઈને ફરાર થયો હતો. આ અંગેIPC ૪૦૬ અને ૪૨૦ મુજબ ગુનો નોંધાયો હતો. રાજુલા PIવી.એમ. કોલાદરાની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી તેને ઝડપી પાડયો હતો. આરોપી ઉપર રૂ.૧૦ હજારનું ઇનામ જાહેર કરાયું હતુ.