બગસરાના નાજાપુર ચોકડીથી બાલાપુર, માવજીંજવા, ડેરી પીપરીયા થઈ નટવર ચોકડી સુધીના માર્ગને ૭.૦૦ મીટર પહોળો કરવા અંદાજીત રૂ.૪૦ કરોડના ખર્ચની સૈધ્ધાંતિક મંજૂરી મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી સ્થાનિકો દ્વારા આ માર્ગ પહોળો કરવાની માંગણી કરવામાં આવી રહી હતી. મંજૂરી મળતા સમગ્ર વિસ્તારના વાહન વ્યવહારને વધુ સુવિધા મળશે તેમજ વિકાસને નવી ગતિ મળશે. અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન મિતલબેન પ્રદીપભાઈ ભાખર તથા બગસરા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રદીપ ભાખરે સરકારનો આભાર માન્યો હતો.





































