સાવરકુંડલામાંથી પોલીસે ત્રણ જુગારીઓને ઝડપીને રૂ. ૧૩,૬૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શબીરભાઇ ગુલાબભાઇ રાઠોડ, મયુર ઉર્ફે મયલો જયંતીભાઇ મકવાણા તથા કરમશી મોહનભાઇ ઘડસીયા સામે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, આ ત્રણેય ઇસમો જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા રૂ. ૪,૧૨૦ તથા રૂ. ૯,૫૦૦ની કિંમતના ૨ નંગ મોબાઈલ ફોન મળીને કુલ રૂ. ૧૩,૬૨૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જે. જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.
































