સહકારી ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશનને વેગ આપવા અને કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે, અમરેલી જિલ્લામાં એક વિશિષ્ટ ઈઇઁ સોફટવેર તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શનમાં જિલ્લા સહકારી સંઘ અને રાજ્ય સહકારી સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવેલ હતું. તાલીમ સત્ર ખાસ કરીને લીલીયા, રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાની સેવા સહકારી મંડળીઓના મંત્રીઓ માટે યોજાયેલ હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સોસાયટી કામગીરીના પારદર્શક, સચોટ અને સીમલેસ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે ગ્રાઉન્ડ-લેવલના વહીવટકર્તાઓને આધુનિક ડિજિટલ સાધનોથી સજ્જ કરવાનો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમરેલી નગરશિક્ષણ સમિતિના અધ્યક્ષ તુષારભાઇ જોષી, જિલ્લા સહકારી સંઘના મેનેજર ભાર્ગવ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ તાલિમમાં નિષ્ણાત તરીકે રાજ્ય સહકારી સંઘના રવિકિરણ મુંઘવા અને સી.ઇ.આઈ સાગર મહેતાએ ઈઇઁ સોફટવેરની માહિતી આપી હતી.