સાવરકુંડલાના ધ્યેયરાજસિંહ અર્જુનસિંહ પરમારે રશિયાના યેકાટેરિનબર્ગ ખાતે તા. ૧૧થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવ-૨૦૨૬માં ભાગ લીધો હતો. ૧૯૧ દેશોના આશરે ૫,૦૦૦ યુવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્યેયરાજસિંહે ‘અતિથિ દેવો ભવ’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું અને રશિયાની ઐતિહાસિક-સાંસ્કૃતિક વિરાસતનો પરિચય મેળવ્યો હતો.








































