બાબરા શહેરનાં મહિલા આગેવાન અને ઉડાન લેડીઝ ક્લબ તથા વીરબાઈમાં સત્સંગ મંડળનાં સંચાલક નિતાબેન દીપકભાઈ સૂચકની બાબરા શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખે તેમને જવાબદારી સોંપી છે. તેમની સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. વરણીથી લોહાણા સમાજમાં આનંદ છવાયો છે. મંત્રી કૌશિક વેકરિયા, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય જનક તળાવિયા સહિત આગેવાનોએ અભિનંદન પાઠવ્યા છે.