રાજુલા સંઘવી પ્રાથમિક શાળા ખાતે ‘વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત તાલુકા કક્ષાના ચિત્ર પ્રદર્શન અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ચિત્રકલા દ્વારા સર્જનાત્મકતા અને વક્તૃત્વ સ્પર્ધામાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. સ્પર્ધામાં વિજેતા તેમજ ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હિંમતભાઈ બલદાણીયા, કનુભાઈ કામળિયા, જયરાજસિંહ ધાખડા, ભૌતિકભાઈ કિકાણી, જયદીપભાઈ કોટેચા, વાલજીભાઈ ભીલ સહિત શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, જ્ઞાન, સર્જનાત્મકતા અને કૌશલ્યના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
































