ધારીમાં પશુ દવાખાના વિસ્તાર તેમજ નવી વસાહત ખાતે છેલ્લા ચાર દિવસથી દીપડાની અવરજવર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ચોમાસાની સિઝન પૂર્ણ થતા રેલવે ટ્રેકની આજુબાજુ જાડી જાખરાનું સામ્રાજ્ય જોવા મળતું હતું. અનુસૂચિત જાતિના અમરેલી જિલ્લાના ભાજપ મહામંત્રી શાંતિલાલ પરમારે આ બાબતે સાંસદ ભરતભાઈ સુતરીયાને રજૂઆત કરી હતી. ભરતભાઈ સુતરીયાએ રેલવે વિભાગને જાણ કરતા તાત્કાલિક બે જેસીબી ફાળવી જાડી જાખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.