બાબરા તાલુકાના કોટડાપીઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ગ્રામજનોએ કાર્યક્રમ થકી માર્ગદર્શન મેળવ્યું હતું. આરોગ્ય જાગૃતિ સાથે જનસેવા અને રાષ્ટ્રપ્રેરણાનો સંકલ્પ વધુ મજબૂત બનાવતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી કેમ્પનો લાભ લીધો હતો. આ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, જિલ્લા ભાજપ મહામંત્રી ચેતનભાઈ શિયાળ, તાલુકા પંચાયત પ્રમુખ તુષારભાઈ રામાણી, જિલ્લા પંચાયત સદસ્ય હિતેશભાઈ કલકાણી, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ વાઘેલા, તાલુકા ભાજપ મહામંત્રી લલિતભાઈ વેકરિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

































