જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે બે દિવસથી ગુમ થયેલા ૨૦ વર્ષીય ગોવિંદ બાંભણિયાનો મૃતદેહ સ્થાનિક તળાવમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. યુવક ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા છેલ્લા બે દિવસથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. દરમિયાન આજે તળાવમાં યુવકનો મૃતદેહ તરતી હાલતમાં જોવા મળતા ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. બનાવથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. યુવકનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.