સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે ૧૭૮મો ‘વિચારોના વાવેતર – થર્સડે થોટ’ કાર્યક્રમ યોજાયો હતો. ‘આખરે જીવનને શું જોઈએ છે?’ વિષય પર બોલતાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે માણસને માત્ર લાંબુ નહીં પણ અર્થપૂર્ણ જીવન જીવવું છે, જે શરીર, મન અને આત્માના સંતુલનથી શક્ય બને છે. તેમણે આત્મનિરીક્ષણ અને વર્તમાનમાં જીવવા સહિત શાંતિનું
પંચામૃત આપ્યું હતું. મોટીવેટર ડા. દીપેશ શાહે જીવનમાં ખુશી, કૃતજ્ઞતાભાવ અને પ્રવૃત્તિશીલ રહેવાનું મહ¥વ સમજાવ્યું હતું. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય મેરેથોન રનર રત્નાબહેન મહેતાનું સન્માન કરાયું હતું અને તેમના પરિવાર તરફથી વીર જવાનોના પરિવારો માટે રૂ. ૫૧,૦૦૦નું દાન અપાયું હતું. તેમજ અરવિંદભાઈ હિરપરા તરફથી સ્કોલરશીપ માટે રૂ. ૪૦,૦૦૦નું દાન મળ્યું હતું. કાર્યક્રમનું સંકલન હાર્દિકભાઈ અને અંકિતભાઈએ કર્યું હતું.