બાબરા તાલુકાના નાની કુંડળ ગામે ધારાસભ્ય જનક તળાવીયાના હસ્તે રૂ. ૬૦ લાખના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામલોકો દ્વારા ધારાસભ્યનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આંતરિક રસ્તાઓ, નાળાં-ગટરની વ્યવસ્થા તેમજ જાહેર સુવિધાઓના નિર્માણ સહિતના કામો હાથ ધરવામાં આવશે. ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બને તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. વિકાસકાર્યો પૂર્ણ થતા ગ્રામજનોને સુવિધા મળશે. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો, તાલુકા ભાજપના કાર્યકરો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિકાસકાર્યોના ખાતમુહૂર્તથી ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.