અમરેલી ના એડી. ચીફ જયુડી. મેજી. કે.એસ. રાણા સાહેબ ની કોર્ટે ચેક રીટર્ન ના એક મહત્વના કેસમાં આરોપી કૃણાલભાઈ અશોભાઈ સંઘવી ને ૨ વર્ષ ની સજા સંભળાવી છે. ફરીયાદી મનીષભાઈ શાંતિભાઈ જનાણી એ આરોપી ને મિત્રતા ના નાતે રૂ. ૧૩,૮૯,૦૦૦ હાથઉછીના આપેલ હતા. જે પરત આપવા આરોપીએ એચડીએફસી બેંક ના ચેક આપ્યા હતા પણ તે બેંકમાં બેલેન્સ ન હોવાથી બાઉન્સ થયા હતા. આ કેસમાં આરોપીએ કાયદાકીય ઘણી આંટીઘુંટી ઉભી કરેલ અને હાઈકોર્ટ સુધી અરજી પણ કરી હતી. પરંતુ ફરીયાદીના એડવોકેટ હરનીલ ત્રિવેદીની ધારદાર દલીલો અને પુરાવા ધ્યાને લઈ કોર્ટે આરોપીને ૨ વર્ષની સજા તથા રૂ. ૧૩,૮૯,૦૦૦ વળતર ચુકવવાનો હુકમ કર્યો છે. જો આરોપી વળતર ન ચુકવે તો વધુ ૩ માસની સજા નો હુકમ પણ કરવામાં આવેલ છે.





































