ધારી તાલુકાના ગીગાસણ ગામે દાતા જીતુભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને નવનિર્મિત શાળાના બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ એસી, તમામ પંખા સહિતની જરૂરી સુવિધાઓ સાથે શાળાનું આધુનિક બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે. ધારાસભ્ય જે.વી. કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં શાળાને બાળકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ઉદ્ઘાટન પ્રસંગે અનેક રાજકીય આગેવાનો, સાધુ-સંતો, ગામના પ્રતિષ્ઠિત આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના નવા બિલ્ડિંગની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.