રાણછોડદાસ હોસ્પિટલ-રાજકોટ અને વિદ્યાભારતી ટ્રસ્ટ-ચિતલના સંયુક્ત આયોજન હેઠળ ૧૩૩મો નેત્ર નિદાન કેમ્પ તા. ૨૬ સપ્ટેમ્બર, શનિવારના રોજ સવારે ૯ વાગ્યે ચિતલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે યોજાશે. ૨૬મી તારીખે યોજાતા નેત્ર નિદાન કેમ્પ અંતર્ગત આંખોની તપાસ, નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. સ્વ. પોપટલાલ ભાદાભાઈ મેશિયા (રહે. જૂનાગઢ)ની પુણ્યસ્મૃતિ નિમિત્તે તેમજ તેમના પરિવારના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કેમ્પમાં દર્દીઓને આંખોની તપાસ સાથે યોગ્ય સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આયોજકોએ ચિતલ અને આસપાસના ગ્રામજનોને સમયસર ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે.