વડિયાના ભાયાવદર ગામે પત્ની સાથે બોલાચાલી થયા બાદ પતિએ ઝેરી દવા પી લેતાં તેમનું મોત નીપજ્યું હતું.આ અંગે ભાયાવદર ગામે વાડીએ રહેતા રામલાલ  બહાદુરભાઈ પાવરાઉએ આપેલી માહિતી મુજબ, મૃતક તેરસિંગ કુંવરસિંગ પાવરાઉને (ઉ.વ. ૩૮) તેમની પત્ની સાથે કામકાજ બાબતે બોલાચાલી થઈ હતી. પત્ની સાથેની બોલાચાલી બાદ તેમને મનમાં લાગી આવ્યું હતું, જેથી તેમણે ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવાની અસર થતાં તેમનું મરણ નીપજ્યું હતું.આ બનાવ અંગે વડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. ટી. બળસટીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.