અમરેલીના દહીંડા ગામે એક પુરુષે લાંબા સમયની બીમારીથી કંટાળીને ઝેરી ટીકડા પી લેતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે અશોકભાઈ ભવાનભાઈ રાઠોડે (ઉ.વ. ૬૦) પોલીસમાં જાહેર કર્યા મુજબ, મૃતક હરેશભાઈ રવજીભાઈ રાઠોડને (ઉ.વ.૫૨) છેલ્લા પાંચ વર્ષથી પેટની ગંભીર બીમારી હતી. પેટમાં સતત અસહ્ય દુખાવો રહેતો હોવાથી તેનાથી કંટાળી જઈ તેમણે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી લીધા હતા.ઝેરી દવાની અસર થતાં તેમને તુરંત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.આ અંગે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







































