અમરેલી કલેક્ટર કચેરી ખાતે ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાએ PGVCL અધિકારીઓ સાથે અગત્યની સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં અમરેલી જિલ્લામાં ખેતીવાડી તેમજ રહેણાંક વિસ્તારોમાં અવિરત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને નિયમિત વીજળી મળી રહે, નવા ટીસી અને ટ્રાન્સફોર્મરની મંજૂરી, ક્ષતિગ્રસ્ત વીજ વાયરો તથા વીજપોલ બદલવા સહિતના વિવિધ પડતર પ્રશ્નો અંગે મંત્રી કૌશિક વેકરિયાએ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. સાથે જ આવા પ્રશ્નોનું ત્વરિત અને સંતોષકારક નિરાકરણ લાવવા તેમજ વીજ પુરવઠાની વ્યવસ્થામાં જરૂરી કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાના વીજ પુરવઠા સંબંધિત અન્ય મુદ્દાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.







































