રાજુલા એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે રાજુલા એસ.ટી. ડેપો અને વર્કશોપના કર્મચારીઓ માટે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો હતો. જેમાં ડેપો તથા વર્કશોપના આશરે ૪૦ કર્મચારીઓએ ઉપસ્થિત રહી આરોગ્ય તપાસ કરાવી હતી. કેમ્પમાં રાજુલા આરોગ્ય વિભાગની ટીમે હાજર રહી કર્મચારીઓની વિવિધ આરોગ્ય તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ડા. કીર્તિ કલસરિયા, પી.ડી. ચૌહાણ, દિવ્યા પટેલ અને કાજલ કલસરિયા સહિતના આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા. કર્મચારીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે અને સમયસર આરોગ્ય તપાસ થાય તે હેતુથી યોજાયેલા કેમ્પને સારો પ્રતિસાદ મળ્યો હતો. ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ ચંપુભાઈ ચાંદુ, હરેશભાઈ ડોડીયા, પૃથ્વીભાઈ સહિતના કર્મચારીઓએ કેમ્પના આયોજનમાં જહેમત ઉઠાવી હતી.







































