સાવરકુંડલામાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે તા. ૨૩ સપ્ટેમ્બરે હાથસણી રોડ પર આવેલા ઉતાવળા હનુમાન મંદિર ખાતે ફ્રી સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપેથીક નિદાન-સારવાર કેમ્પ યોજાયો હતો. જિલ્લા આયુર્વેદ અધિકારી અમરેલીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પમાં ખડકાળા અને પીઠવડીના સરકારી આયુર્વેદ દવાખાના તથા સાવરકુંડલાના સરકારી હોમિયોપેથીક દવાખાનાએ ડોક્ટર હેડગેવાર સેવા સમિતિના સહયોગથી સેવા આપી હતી. દર્દીઓને નિદાન અને સારવાર ઉપરાંત દિનચર્યા, ઋતુચર્યા અંગે માર્ગદર્શન, આરોગ્યલક્ષી પત્રિકાઓનું વિતરણ તથા ચાર્ટ પ્રદર્શન દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ આપવામાં આવી હતી. વૈદ્ય દેવેન્દ્ર ચૌહાણ, વૈદ્ય કૌશલ ગોંડલીયા, ડા. વિરમ બોદર સહિત સેવાભાવી સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.







































