રાજ્યનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી હાલ ભાદરવી પૂનમના મહામેળા માટે શ્રદ્ધાના રંગે રંગાઈ ગયું છે. સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ મા અંબાના દર્શનાર્થે પગપાળા જઈ રહ્યા છે. માર્ગો પર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે અને પદયાત્રીઓની સેવામાં અનેક સેવા કેમ્પ કાર્યરત થઈ ગયા છે.ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીએ આ મહામેળા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભાદરવી પૂનમના આ પવિત્ર પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ અંબાજીના દર્શને ખેરાલુ વિસ્તારમાંથી પસાર થાય છે. પદયાત્રીઓની સેવામાં કોઈ કચાશ ન રહે તે માટે તરભના વાળીનાથ અખાડાના મહંત પરમ પૂજ્ય જયરામગીરી મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં અન્ય સાધુ-સંતો પણ જાડાયા હતા.વરસાદની સીઝનને ધ્યાનમાં રાખીને પદયાત્રીઓ માટે આરામની સુવિધા, મોબાઈલ ચા‹જગ, મેડિકલ કેમ્પ અને ચા-નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ધારાસભ્યએ માતા અંબાને પ્રાર્થના કરી હતી કે તમામ પદયાત્રીઓની મનોકામના પૂર્ણ થાય અને તેમની યાત્રા સુખરૂપ રહે.
કેમ્પના આયોજક ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું કે સરકારના નિયમ મુજબ સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી અને વોટરપ્રૂફ ડોમની સગવડ ઊભી કરાઈ છે. પદયાત્રીઓ માટે શુદ્ધ ઘીનો મહાપ્રસાદ તેમજ ખમણ, સફરજન અને રોટલી-શાક જેવા વિવિધ કેમ્પોની સુવિધા પણ માર્ગમાં ઉપલબ્ધ છે.લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા મહેસાણાથી સતલાસણા સુધી ૨૫ આરોગ્ય કેમ્પ અને ૧૪ મોબાઈલ ટીમની વ્યવસ્થા પણ કરાઈ છે.ડોક્ટર પ્રિયા પટેલે મેડિકલ વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે, સતત ચાલવાના કારણે યાત્રાળુઓને પગમાં ફોલ્લા પડી જવાની અને પગ દુખવાની સામાન્ય સમસ્યાઓ જાવા મળે છે. આવા યાત્રાળુઓને કેમ્પમાં ડ્રેસિંગ કરી આપવામાં આવે છે તેમજ દુખાવાની અને પેટમાં દુખાવાની પ્રાથમિક ગોળીઓ આપવામાં આવે છે.
આ કેમ્પ પાંચ દિવસ સુધી સતત ચાલુ રહેશે અને જા કોઈ પદયાત્રીને વધુ તકલીફ જણાય તો તેમને પાલનપુર કે અન્ય સિવિલ હોÂસ્પટલમાં વધુ સારવાર અર્થે રિફર કરવાની પણ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.વરસાદ અને શારીરિક થાક વચ્ચે પણ યાત્રાળુઓનો ઉત્સાહ જાવાલાયક છે. આણંદ પાસેના સામરખાથી આવતા ૫૪ વર્ષીય ભરતભાઈ છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યા છે અને તેઓ સતત ૧૯મા વર્ષે અંબાજીની પદયાત્રા કરી રહ્યા છે. અમદાવાદથી પદયાત્રાએ નીકળેલા દેવેન્દ્રભાઈ પટેલે કેમ્પોની સગવડતાના વખાણ કરતાં જણાવ્યું કે રસ્તામાં વોટરપ્રૂફ ડોમ, સ્વચ્છતા અને જમવાની સગવડતા ઘણી સારી છે. ધામણવા ગામથી આવતા વિક્રમભાઈ પોતાના પરિવાર સાથે આનંદથી યાત્રા કરી રહ્યા છે અને ત્રણ દિવસમાં અંબાજી પહોંચવાની આશા સેવી રહ્યા છે.
ભાદરવી પૂનમનો આ પદયાત્રા મેળો માત્ર એક ભૌતિક યાત્રા નથી, પરંતુ તે માનવીની અસીમ શ્રદ્ધા અને આધ્યાÂત્મક સમર્પણનું જીવંત પ્રતીક છ










































