લુણકી પ્રાથમિક શાળામાં તા. ૧૯  સપ્ટેમ્બરના રોજ સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬’ અંતર્ગત ચિત્ર તથા વક્તૃત્વ સ્પર્ધાના ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ અમરેલીના ઉપપ્રમુખ જયાબેન ગેલાણી, બાબરા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિરીટભાઈ બગડા, અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી અનિલભાઈ બગડા, લુણકી ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઈ કથીરિયા, મધુભાઈ ગેલાણી તથા આચાર્ય વિજયભાઈ પટેલ સહિત શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સર્જનાત્મકતા, વક્તૃત્વ કૌશલ્ય અને રાષ્ટ્રનિર્માણની ભાવના વિકસાવવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફે સુંદર આયોજન કર્યું હતું.