બાબરાના પ્રસિધ્ધ ગેબી વિસામે શ્રી રામદેવજી મહારાજના સાનિધ્યમાં અને પૂજ્ય મહંત શ્રી રાજુબાપુની દિવ્ય ઉપસ્થિતિમાં શહેર ભાજપની ટિફિન બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીની સૂચના તથા અનિલભાઈ વેકરિયા અને ભાવનાબેન ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ ખખ્ખરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.આ પ્રસંગે પક્ષના અગ્રણીઓ, નગરપાલિકા પ્રમુખ, સભ્યો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભજન અને ધૂનના આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે સૌએ સાથે મળીને ભોજન લીધું હતું.બેઠકમાં કાર્યકર્તાઓ વચ્ચે સંકલન વધારવા, પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી કાર્યક્રમોની સફળતા અંગે વિસ્તૃત સંવાદ થયો હતો. ભક્તિ અને એકતાના આ સંગમમાં કાર્યકર્તાઓએ એકજૂથ થઈને પક્ષ માટે સમર્પિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો, તેમ દિપક કનૈયાની યાદીમાં જણાવાયું છે.

































