કોડીનાર તાલુકાના આદપોકર ગામે આવેલ આદિનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં આસપાસના ગામો સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી શ્રધ્ધાળુઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમો તથા મેળાનો આનંદ માણશે. મેળાને લઇ ગ્રામજનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરમાં શ્રધ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ પ્રસંગે મંદિરના મહંત આદિનાથ મહાદેવ દ્વારા સર્વે ધર્મપ્રેમી ભાઈ-બહેનોને લોકમેળામાં પધારી ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મેળા દરમિયાન મંદિર ખાતે ધાર્મિક માહોલ સર્જાશે અને મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટશે.







































