પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ ૯ સપ્ટેમ્બરથી બ‹મગહામના એજબેસ્ટન ખાતે શરૂ થઈ છે. રૂટ આ મેચમાં પોતાની ૧૬૯મી ટેસ્ટ રમી રહ્યો છે. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો અને રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધા, જેમણે પોતાની કારકિર્દીમાં ૧૬૮ ટેસ્ટ મેચ રમી હતી. રૂટ હવે સૌથી વધુ ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. રૂટે ડિસેમ્બર ૨૦૧૨ માં ભારત સામે નાગપુર ટેસ્ટમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. લગભગ ૧૪ વર્ષની કારકિર્દીમાં, તે ઇંગ્લેન્ડના સૌથી અગ્રણી બેટ્‌સમેનોમાંનો એક રહ્યો છે, અને હવે તેની પાસે સચિનનો પ્રતિષ્ઠિત વિશ્વ રેકોર્ડ તોડવાની એક સારી તક છે.
હકીકતમાં, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદીનો વિશ્વ રેકોર્ડ હાલમાં સચિન તેંડુલકર અને જા રૂટના નામે છે. બંને બેટ્‌સમેનોએ ટેસ્ટ ક્રિકેટમાં ૬૮ અડધી સદી ફટકારી છે. એજબેસ્ટનમાં અડધી સદી ફટકારવા સાથે, રૂટ સચિનને પાછળ છોડી દેશે અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર બેટ્‌સમેન બનશે. આ સિદ્ધિ રૂટ માટે ખાસ રહેશે કારણ કે સચિને તેની ૨૦૦ મેચની ટેસ્ટ કારકિર્દીમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનારા બેટ્‌સમેન સચિન તેંડુલકર – ૬૮,જા રૂટ – ૬૮,શિવનારાયણ ચંદ્રપોલ – ૬૬,રાહુલ દ્રવિડ – ૬૩,એલન બોર્ડર – ૬૩,રિકી પોન્ટિંગ – ૬૨ એજબેસ્ટન ટેસ્ટ રૂટ માટે વધુ એક ખાસ સીમાચિહ્ન છે. આ ત્રણેય ફોર્મેટમાં ઇંગ્લેન્ડમાં તેની ૨૦૦મી આંતરરાષ્ટÙીય મેચ છે. રૂટે અત્યાર સુધી ઇંગ્લેન્ડમાં રમાયેલી મેચોમાં ૧૧,૯૨૮ આંતરરાષ્ટÙીય રન બનાવ્યા છે. તેને ૧૨,૦૦૦ રન સુધી પહોંચવા માટે ફક્ત ૭૨ રનની જરૂર છે. જા રૂટ આ સીમાચિહ્ન હાંસલ કરે છે, તો તે પોતાના દેશમાં ૧૨,૦૦૦ આંતરરાષ્ટÙીય રન બનાવનાર વિશ્વનો છઠ્ઠો ખેલાડી બનશે. આ સંદર્ભમાં સચિન તેંડુલકર સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. સચિને ૧૯૮૯ થી ૨૦૧૩ દરમિયાન ભારતમાં ત્રણેય ફોર્મેટમાં ૨૫૮ મેચ રમી હતી, જેમાં ૧૪,૧૯૨ રન બનાવ્યા હતા.આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘરઆંગણે સૌથી વધુ રન બનાવનારા બેટ્‌સમેન સચિન તેંડુલકર – ૧૪૧૯૨,રિકી પોન્ટિંગને – ૧૩૧૧૭,વિરાટ કોહલી – ૧૨૭૮૦,જેક્સ કાલિસ – ૧૨૩૦૫,કુમાર સંગાકારા – ૧૨૦૪૩,જા રૂટ – ૧૧૯૨૮