અમરેલી ખાતે ૨૬ ઓગષ્ટ, ૨૦૨૬ના રોજ યોજાયેલી SGFI જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં ગજેરા કેમ્પસ-વિદ્યાસભાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.તાલુકાની વિવિધ શ્રેષ્ઠ શાળાકીય ટીમો વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં ગજેરા કેમ્પસની અંડર-૧૪ બહેનોની ટીમે સતત શાનદાર દેખાવ કરીને ફાઇનલ સુધીની સફર સફળ બનાવી સુવર્ણ પદક મેળવ્યો હતો. જ્યારે અંડર-૧૭ બહેનોની ટીમે કાંસ્ય પદક મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી તથા કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.