સાવરકુંડલાની જે.વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે રાજુલા સ્થિત ગુજરાત કોલા કંપની ખાતે ઇન્ડસ્ટ્રી વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે BIS ઓફિસર અભિનવ સર ઉપસ્થિત રહ્યા હતા. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્પાદન પ્રક્રિયા, ઔદ્યોગિક વ્યવસ્થાપન તેમજ ગુણવત્તા અને સલામતી ક્ષેત્રે ભારતીય માનકોના મહત્વ અંગે જાણકારી મેળવી હતી. શિક્ષકો નીતિનભાઈ સાવજ અને હરેશભાઈ ગુજરાતીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.









































