બગસરામાં એક યુવકે કોલેજ સુધી ભણ્યા બાદ પણ નોકરી ન મળતાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. આ અંગે વિવેકભાઈ પ્રવિણભાઈ ખાંદલ (ઉ.વ.૨૨)એ જાહેર કર્યા મુજબ, ઘનશ્યામભાઈ પ્રવિણભાઈ ખાંદલ (ઉ.વ.૨૬) કોલજ સુધી ભણ્યો હતો, છતાં નોકરી ન મળતાં મજૂરી કામ કરવું પડતું હોવાથી મનમાં લાગી આવતાં ગળાફાંસો ખાઈ લેતાં મરણ પામ્યા હતા. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી ડી કલસરીયા વધુ તપાસ કરી રહ્યા છે.