ગુજરાતમાં ચોમાસાની સિઝન વચ્ચે વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જાવા મળી રહ્યું છે, પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા ન હોવાથી ગરમી અને ઉકળાટની સ્થિતિ યથાવત રહેવાની આગાહી છે. વરસાદની અછતની અસર હવે વીજળીની માંગ પર પણ જાવા મળી રહી છે.રાજ્યમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, વરસાદનું પ્રમાણ જો ખેતીની જરૂરિયાત પ્રમાણે નહીં રહે તો તેની સીધી અસર પાક અને ખેડૂતોની ચિંતાઓ પર પડી શકે છે.
ચોમાસું હોવા છતાં મહત્તમ તાપમાન ૩૩થી ૩૪ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકોને ગરમી કરતાં પણ વધુ ઉકળાટ અને બફારો અનુભવાઈ શકે છે.
હવામાનની સ્થિતિ વચ્ચે અલનીનોની અસરને કારણે ચોમાસું અપેક્ષા મુજબ સક્રિય ન રહેવાની સ્થિતિ જોવા મળી રહી છે. જો આગામી દિવસોમાં પણ વરસાદનું પ્રમાણ ઓછું રહે છે, તો ખેતી સાથે રાજ્યની વીજ વ્યવસ્થા સામે પણ વધારાનો પડકાર ઊભો થઈ શકે છે.
વરસાદ ખેંચાતા અને ગરમી-ઉકળાટ યથાવત રહેતા રાજ્યમાં વીજળીની માંગમાં અચાનક વધારો નોંધાયો છે. માત્ર ચાર દિવસમાં વીજ માંગમાં ૩૨૫૯ મેગાવોટનો વધારો થયો છે.જો ગરમી યથાવત રહે અને વરસાદ હજુ પણ લંબાય તો રાજ્યમાં વીજળીની માંગ વધીને ૨૯,૫૦૦ મેગાવોટ સુધી પહોંચી શકે છે. આમ, વરસાદની અછતની અસર માત્ર ખેડૂતો પૂરતી સીમિત નહીં રહેતા વીજળીની માંગ પર પણ જાવા મળી શકે છે.
એક તરફ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ વધતી ગરમી અને ઉકળાટને કારણે વીજળીની માંગ સતત વધી રહી છે. હવે જો આગામી દિવસોમાં ચોમાસું સક્રિય બને અને સારો વરસાદ પડે તો ખેતી તેમજ વીજળીની માંગ બંનેને રાહત મળી શકે છે.પ્રવાસ માર્ગદર્શિકા વાંચવી પરંતુ વરસાદમાં વધુ વિલંબ થાય તો ખેતી પર અસર સાથે વીજળી વ્યવસ્થા પર પણ વધારાનો બોજ પડવાની શક્યતા છે. તેથી આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું વલણ સૌ માટે મહત્વનું બની રહેશે.