ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીનો બીજા મેચ ૨૩ ઓગસ્ટના રોજ કોલંબોના મેદાન પર રમાઈ રહ્યો હતો. મેચના પહેલા દિવસે વાતાવરણ ગરમ થઈ ગયું હતું જ્યારે ભારતીય ઓપનિંગ બેટ્‌સમેન યશસ્વી જયસ્વાલ શ્રીલંકાના ફાસ્ટ બોલર અસિતા ફર્નાન્ડો સાથે બોલાચાલીમાં ઉતર્યો હતો. યશસ્વી અને અસિતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ભારતીય ઓપનિંગ બેટ્‌સમેનનું હેલ્મેટ શ્રીલંકાના બોલરના કપાળ સાથે અથડાયું. આ ઘટના માટે જયસ્વાલને આઇસીસી આચારસંહિતાના ભંગનો સામનો કરવો પડી શકે છે, અને કાર્યવાહીનો ભય છે. જયસ્વાલે કોલંબો ટેસ્ટમાં સારી શરૂઆત કરી હતી, અને તેની અડધી સદી પહેલા ૪૫ ના વ્યÂક્તગત સ્કોર પર અસિતા દ્વારા બોલ્ડ થયા હતા.
પ્રથમ દિવસની રમત પછી પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલા ટીમ ઈÂન્ડયાના બેટિંગ કોચ યશસ્વી જયસ્વાલ અને અસિતા ફર્નાન્ડો વચ્ચેના ઝઘડા અંગે, જયસ્વાલનો બચાવ કરતા કહ્યું કે આ ઘટના કદાચ ગરમાગરમીમાં બની હશે. “મને લાગે છે કે શ્રીલંકાના ખેલાડીઓએ જયસ્વાલને કંઈક કહ્યું હતું, અને આ ઘટના ગરમાગરમીમાં બની હતી. આમ છતાં, યશસ્વીએ ફર્નાન્ડોની આટલી નજીક ન જવું જાઈતું હતું, પરંતુ જ્યારે તમે ગરમાગરમીમાં હોવ છો, ત્યારે આવી ઘટનાઓ બને છે.”
કોલંબો ટેસ્ટ મેચના પહેલા દિવસે બનેલી ઘટનાની વ્યાપક ચર્ચા થઈ છે. શ્રીલંકા વતી પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલા શ્રીલંકાના બોલિંગ કોચ રાયન વાન નિકેર્કે કહ્યું કે આવી ઘટનાઓની તપાસ કરવાનું કામ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટનું છે. “હું મેચ રેફરી પર નિર્ણય લેવાનું છોડી દઉં છું.” જા જયસ્વાલ દોષિત ઠરે છે, તો તેને લેવલ ૧ ભંગનો સામનો કરવો પડી શકે છે, જે સત્તાવાર ઠપકોથી લઈને તેની મેચ ફીના ૫૦ ટકા સુધીનો દંડ અને એક કે બે ડિમેરિટ પોઈન્ટ સુધીનો હોઈ શકે છે.