ધારી ખાતે લોહાણા મહાજન વાડીમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, કોન્ટ્રાક્ટરો, શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા આગેવાનો તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ વધારવાનો તેમજ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધુને વધુ વધે તે માટે પ્રેરણા પૂરી પાડવાનો હતો.








































